ફુગ્ગો ફુલાવી આપે, રમકડા રમવા આપે,
ઘોડો બની પીઠ પર સવારી કરવા આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

ચોકલેટ લાવી રોજ રોજ મને પપ્પી આપે,
હું એને હગ આપ્યુ, એ મને બિસ્કીટ આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

બાળમંદીર જાવ જ્યારે એ મને સ્મિત આપે,
બેકપેક સાથે ભાવતું-ગમતું લન્ચ મને આપે,
આવા વ્હાલા પપ્પા છે મારા

Zooમાં જઈએ ત્યારે કોટન કેન્ડી મને આપે,
મુવીમાંતો કાયમ પૉપકોર્ન લઈ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા

પ્યાર પપ્પા,ખોબો ભરી મને પ્રેમ આપે,
વંદન કરું ત્યારે કાયમ આશિષ મને આપે.
આવા વ્હાલા પપ્પા છે મારા
-વિશ્વદીપ બારડ