93250_10072009

બિચારો થાક્યો પાક્યો ભો..ભો કરે,
કોણ સાંભળે?
સવાર સાંજ એ વૈતર્યુ કર્યા કરે,
કોણ સાંભળે?
“આ-ભાર” ઊચકી, ઊચકી થાકે,
કોણ સાંભળે?
“આ-ભાર” નીચે ખાસો દબાયો,
કોણ સાંભળે?
આ-ભાર ઉચકી ઘરડો થયો,
કોણ સાંભળે?

પીઠ પર પડ્યા છે ચાઠા,
કોણ સાંભળે?

પગ લથડ્યા, ચક્કર આવ્યા.
કોણ સાંભળે?

ભો-પર પડ્યો..પ્રાણ છૂટ્યા,
કોણ સાંભળે?

“આ-ભાર”, “આ-ભાર” કહેતા દબાયો!
કોણ સાંભળે?

દટાઈ મર્યો ભાઈ…”આ-ભાર” નીચે…
કોણ સાંભળે?

(બસ ” આભાર “કહ્યુ એટલે આ ત્રણ અક્ષ્રરમાં વ્યક્તિ એ કરેલા કામની કદર પુરી થાય…”આભાર” કહી એ વ્યક્તિને આ માનવ સમાજ ધણીવાર બસ ભુલીજ જાય છે..ઘણી વ્યક્તિ જીવનનો ભોગ આપી કુટુંબ, સમાજ, દેશ માટે કાર્ય કરે છે…ત્યારે માત્ર..”આ-ભાર’ પુરતો છે ખરો?..કુભાર કોણ ?ને ગધેડો કોણ ? એ આપ વાંચક નક્કી કરો…)
-વિશ્વદીપ બારડ