હાલાં વા’લાને હીંચકો નાખું,
ભાઈને નીંદર આવે જો..હાં..હાં..
બેનને નીંદર આવે જો….
ભાઈ મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો;
પાટલો ગયો ખસી, ભાઈ પડ્યો હસી…હાં…હાં…હાલો..
બેન મારી છે ડાહી, પાટલે બેસી નાહી
પાટલો ગયો ખસી,બેન ઉઠી હસી…હાં…હાં હાલો…
ભાઈ મારો લાડકો , જમશે ખીરેનો વાડકો
બેન મારી લાડકી, જમશે ખીરની વાડકી..હાં…હાં…હાલો…
ભાઈ મારે અટારો, ઘીને ખીચડી ચટાડો
બેન મારી અટારી, ઘી ને ખીચડી ચટાડી..હાં…હાં…હાલો..

(અમીસ્પંદન)