શું દઈ શકું મા તને?
અખુટ ભંડાર ભ્રરેલા જેના,
પ્રભુ પણ આવે પાસ જેની,
ઘુંટણ નમી કરે પ્રાર્થના જેની.

આવી વિશ્વજનની મા!
શું દઈ શકું મા તને?

જેની ગોદમાં રમતા લાગે,
સકળ સુષ્ટીનો પ્રેમ સમાયો ત્યાં,
સુરક્ષિત સદા તારા સહવાસમાં,
દેતી રહી અવિરત પ્રેમધારા.

આવી દયાની દેવી મા..
શું દઈ શકું મા તને?

કોઈ ઉપકાર કે ઋણ,
ના કોઈ અપેક્ષા કદી,
સદા આશિષ દેતી રહે,
મમતાના સાગર સમી.

દેવીઓને પણ દેવી એવી મા,
શું દઈ શકું મા તને?