Sat 15 Dec 2007
મમ્મી મારી
Filed under: બાળને ગમતા — વિશ્વદીપ બારડ @ 9:01 am

butterfly-spheres01-1.jpg
મમ્મી મારી વ્હાલી!

આપે દુધની પ્યાલી,

દૂધ મને ભાવે નહીં

ચા મને આપે નહીં

મમ્મીનું વેલણ મોટું,

વેલણ વાગે સટ

દૂધ પી જાવ ઝટ.

મોકલનારઃ દ્રષ્ટી ઉપાધ્યાય
ભરૂચ, ગુજરાત

Comments (171)
Fri 7 Dec 2007
મા, મને ગમે બાળ-ફૂલવાડી,
Filed under: સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 5:58 am

img_63531.jpg
મા, મને ગમે બાળ-ફૂલવાડી,
મન ગમતા રંગીન ફૂલોની વાડી. મા મને…

એ વાડીમાં નાની નાની ગાડી,
બેસીને લે’ર કરું મારી માડી.મા મને…

રંગ-બેરંગી ફૂલોમાં ઉડતા પતંગીયા,
દોટ મૂકી પકડતતો પતંગીયા. મા મને..

સૌ ભેળુ સાથ બેસી મજા અમે માણતા,
ભલી-ભોળી વાત અમે માણતા. મા મને..

Comments (351)
Thu 6 Dec 2007
મારે જાવું છે શિશુવિહાર
Filed under: બાળને ગમતા — વિશ્વદીપ બારડ @ 5:31 am

child.jpg

મારે જાવું છે શિશુવિહાર, ત્યાં રમવાની બહાર
ડાહીનો ઘોડો એન ઘેન, ઘરે નથી પડતું ચેન જાવા દેને મોટીબેન.. મારે

નહીં બેસું અદબબીડી, દોટ દઈ ચડું સીડી, કરું લાઠી લજીમની જોડી… મારે

લેવા લપસણાની લ્હાણ, મનભર આવે ઘોડા તાણ્ રમીશ ચલક ચલાણ. મારે

એના નાના મોટા ઝૂલે, મારું હૈયું જોને ફૂલે, ભમરાનું મન ઝૂલે. મારે

નહીં નાના મોટા કોઈ, એની ઘણી રીતો જોઈ, રમવાની સારી સોઈ, મારે


શિશુવિહાર-ભાવનગર

Comments (202)
32 queries. 0.055 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.