Thu 19 Aug 2010
બની પતંગ..
Filed under: સ્વરચિત રચના,બાળગીત — વિશ્વદીપ બારડ @ 7:48 pm


બની પતંગ ઉડુ આકાશમા,
મા, મારો દોર જાલ તુ.

વાદળ સાથે વાતો કરુ,
દૂર દૂર આકાશમા નિહાળ તુ.

રંગ બેરંગી ઉડતા પંતગો,
સાથ વાતો કરતા જો તુ.

દિવસભર ઉડુ આભમા,
સાંજ પડે, ધીરે ધીરે ઉતાર તુ.

Comments (199)
Tue 10 Aug 2010
મને મળી ગયું બાળપણ બાગમાં
Filed under: સ્વરચિત રચના,બાળગીત — વિશ્વદીપ બારડ @ 4:44 pm

વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,
પવન લહેરાય છે બાગમાં.

ફૂલો મહેંકતા અભિવાદન કરે,
રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.

કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,
નાચે મોર કળાકરી ખુશ બાગમાં.

ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,
પક્ષીગણ ગીત ગાતા બાગમાં.

નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,
બાળ છબછબીયા કરતાં બાગમાં,

સુરજ નીચે નમી કરે ડોકિયું,
મને મળી ગયું બાળપણ બાગમાં.

Comments (171)
35 queries. 0.080 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.