મોર ટહુકે મારે આંગણે,
કળા કરતો મારે આંગણે,
મોર મલકે મારે આંગણે,
મોર જોઇ મન મારું મલકે,
મોર આજ મારે આંગણે..કેવી કળા કરતો હરખાય..
મા, મને રમવા દે..
પછી પેટ ભરીને જમવા દે..મા, મને રમવા દે.
નવા,નવા રમકડા રમવા દે,
ભેળુ સાથે થોડી ગોષ્ઠી કરવા દે..મા, મને રમવા દે.
સંતાકુકડી સાથીઓ સાથે રમવા દે,
થાકી પાકી તારા ખોળામાં આળોટવા દે..મા, મને રમવા દે.
રાતે રાતે થોડા તારલા ગણવા દે,
કાલા,કાલા ગીતા ગાતા મને સુવા દે..મા, મને રમવા દે.
આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
ઇશ્વરે આંખને બનાવ્યા છે કાન,
વ્હાલે આપી છે ઘણી મને શાન..આંધળી કહેશો નહી મને
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું…આંધળી કહેશો નહી મને
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…આંધળી કહેશો નહી મને
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..આંધળી કહેશો નહી મને