Wed 31 Dec 2008
૨૦૦૯ની શુભેચ્છા!!
Filed under: સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 7:20 am

prayer
અમે બાળનાના,
ફૂલ-પાનથી પણ નાના!
સ્વિકારજો શુભેચ્છા અમારી.

ના કોઇ યુધ્ધ, ના કોઇ તુફાન,
શાંતી રહે જગમાં..ના રહે કોઇ હિંસા,
જગતમા વિહારિયે વિના કોઇ ચિંતા!

અમો તો બાળનાના!
ઉડવું છે ઉંડા આકાશમાં,
જવું છે દુર દુર આકાશ ગંગામાં,
ગ્રહો સાથે દોસ્તી કરી,
રચવું એક એનોખું બ્રહ્માંડ અમારે!
બસ સૌ શાતીથી સાથે રહીએ!
રચવી છે અનોખી દુનિયા અમારે!

Comments (1)
Sat 6 Dec 2008
આવું મારું આંગણ..
Filed under: સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 4:18 am

disimage

ચકો ચકી ચણવા આવે,
કાગડો, કો..કો…કરતો આવે,
મોર મજાનો હસતો આવે.
આવું મારું આંગણ..

સૂરજ મારે આંગણ જાગે,
ફૂલ બેરંગી રોજ ઊગે,
પતંગીયાતો અહી-તહી ભાગે,
આવું મારું આંગણ..

કોયલ મજાના ગીતો ગાય,
દાદી મારી રોજ હરખાય,
મમ્મી મારી ખુશ દેખાય,
આવું મારું આંગણ..

Comments (0)
47 queries. 1.051 seconds. Powered by Gujarati Sahitya Sarita
Powered By Indic IME