(સૌરાષ્ટ્રમાં નવરાત્રીએ સમયે નવ દિવસ માથે ગરબો મૂકી ઘેર ઘેર ગાવા જતી અને સૌ પડોશી,આજુ બાજુંના દુકાનદાર બાળાને ખુશ કરવા ગરબામાંતેલ પુરે, રોકડા પૈસા આપે..અને બાળાઓને ખુશકરે, આવી નાની બાળાનું બાળ-ગરબો.)
ગરબડીયો ગોરાવો ગરબે જાય રે મે લાવો રે

હું નેપ નો’તી મારે પારસભાઈ છે વીરા રે

વીરા વીરાના તોરણિયા કાંઈ આંગણિયું શણગારું રે

શેર મોતી લાડવા, કાંઈ ખારેકડીને ખીર રે

ભાઈ બેઠો જમવા, ભોજાઈ એ ઓઢાડ્યા ચીર રે

ચીર ઉપર ચુંદડી કાંઈ ચોખલીયાડી ભાત રે

ભાતે ભાતે ઘુઘરીયું કાંઈ વે’લ દરકુંડી જાય રે

વે’લમાં બેઠો વાણિયો કાંઈ શેર રીંગણા તોડે રે

શેર રીંગણા તોડે તો કાંઈ પાસેર કંકું ઢોળે રે

અમીબેન ચાલ્યા સાસરે કાંઈ ટીલી કરૂ લલાટે રે

આછી ટીલી ઝગમગે કાંઈ ટોડલે ટહુંકે મોર રે

મોરવદ આવ્યા મોતી રે

ઈંઢોણી મેલી રડતી,

રડતી હોય તો રડવા દેજે ને પાવલું તેલ પડવા દેજે..(ગીત લખનારની માહિતી ઉપલબ્ધ નથી..પણ ગીત
લખી મોકલનાર શ્રીમતિ અરૂણાબેન શાહ-હ્યુસ્ટન)