Wed 30 Jan 2008
શાર્ક માછલી (બાસ્કીંગ)
Filed under: જાણવા જેવી બાબત — વિશ્વદીપ બારડ @ 2:30 pm

grey_nurse_shark1.jpg
દરિયાઈ પ્રાણીઓમાં શાર્ક એ સૌથી ભયંકર માછલી છે શાર્ક માછલી કદમાં પણા મોટી છે. જો કે શાર્ક અનેક જાતની જોવા મળે છે, બાસ્કીંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણ જૂદી તરી આવે છે. ભૂરા રંગની બાસ્કીગ ૬થી ૮ મીટર લાંબી હોય છે. પેસીફીક અને એટલાન્ટીક સમુદ્રમાં તે જોવા મળે છે. પાણીની સપાટી ઉપર રેહવાનું એ વધારે પસંદ કરે છે. ધીમી ગતીએ તરે છે. ૧૦૦ દાંતનું વિકરાળ જડબું એ અની વિશેષતા છે. તે કલાકના લાખો લીટર પાણી પીએ છે અને ચૂઈ વાટે બહાર કાઢે છે. આ ચૂઈમાં ૫૦૦૦ જેટલી જીભ છે.તે હંમેશા બે કે ત્રણાના સમૂહમાં સાથે રહે છે તેમનાં બચ્ચાંનું કદ પણ બે મીટર લાબું હોયછે.

Comments (149)
Fri 25 Jan 2008
મને શું ગમે…
Filed under: સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 3:04 pm

mother-child-photo-2.jpg
મા મને તારી પાસ રહેવું ગમે..
મા મને તારા ખોળામાં આળોટવું ગમે..
મા મને બસ તારી બાહુંમાં રહેવું ગમે..
મા મને રોજ રાતે વારતા સાંભળવી ગમે…
મા મને રોજ રોજ હાલરડું સાંભળવું ગમે..
મા મને રોજ રોજ સ્વપ્નામાં આવે એવું ગમે..
મા મને બીજું કશું નહી, તારો અવિચળ પ્રેમ ગમે..

Comments (292)
Thu 24 Jan 2008
પ્રાણી જગત
Filed under: જાણવા જેવી બાબત — વિશ્વદીપ બારડ @ 2:54 pm

ll0118-001-01.jpg
*ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
*કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
* કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
*વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
*ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
*હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
*નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
*શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

Comments (122)
Mon 21 Jan 2008
વાંદરો અને મગર
Filed under: ટૂંકી વાર્તા — વિશ્વદીપ બારડ @ 2:34 pm

017_alligator_with_open_mouth.jpg
એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ ખાઈ જવું જોઈ એ. બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.” વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..” અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને હવેથી બોર પણ તને કદી નહીં આપું!!!

Comments (151)
Sun 20 Jan 2008
મા અને બાપ
Filed under: જાણવા જેવી બાબત — વિશ્વદીપ બારડ @ 4:49 pm

10858231_155_155.jpg
નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે.

*મા એ ઘરનું ઢાંકણ છે…બાપ ઘરનું અસ્તિત્વ છે.
*મા પાસે આસું નો દરિયો છે.. બાપ પાસે સય્ંમનો ઘાટ છે.
*મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને ‘હાશ’નો અનુભવે છે.
*કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..’ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.પણ કોઈ મોટા અક્સ્માત થતાં ..’ઓહ બાપરે’ બોલાઈ જલાય છે.
*પ્રેમથી રોજ જમાડાનારી ‘મા’ આપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.
*કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો ‘મા’તુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે.
* પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.
*મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.
*મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ‘ગેરહાજરી’ હોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની “પોક” શા કામની!!

Comments (178)
Sat 19 Jan 2008
છીંક શા માટે?
Filed under: જાણવા જેવી બાબત — વિશ્વદીપ બારડ @ 1:48 am

how_to_cartoon1.jpg
શ્વાસ વાટે બહારની હવા લેવાનું કામ કરતું આપણા નાકની અંદરની સપાટી ઉપર સુક્ષ્મ રુંવાટી હોય છે કે જેથી બહારથી આવતી હવામાં રહેલા રજકણરૂપી અશુધ્ધઓ ગળાઈ જાય અને ફેફસામાં જાય નહીં, શ્વાસમાં ક્યારેક ત્રીવ્રગંધ, પ્રવાહી કે મોટી રજકણ જાય ત્યારે આ રૂવાટીમાં સળવળાટ થઈ તે વસ્તુંને તાત્કાલિક બહાર ધકેલી દેવા માટે છીંક આવે છે, આમ છીંક એ આપણાં આરોગ્યનું રક્ષણ કરતી ક્રિયા છે. ક્યારેક શરદીને કારણે વારંવાર છીંકો આવે છે તેનું કારણ પણ નાકમાંથી અનીચ્છ્નીય દ્રવ્યો બહાર ધકેલવાનું છે. છીંક ખાધા પછી શ્વાસનમાર્ગ ખુલ્લો થઈ સરળતાથી શ્વાસ લઈ શકાય,

Comments (190)
Sat 19 Jan 2008
કીડી વિશે થોડી વાત
Filed under: જાણવા જેવી બાબત — વિશ્વદીપ બારડ @ 1:08 am

ant1.gif
૧,કીડી પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨,કીડીની હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩,કીડીને ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪,કીડીઓ વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫,કીડીઓની વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬,રાણી કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭,કીડીઓ પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮, આર્મિએન્ટ નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી હોયછે.
૯,કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી નથી

Comments (111)
32 queries. 0.170 seconds. Powered by Gujarati Sahitya Sarita
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.