
એક ઉદરડી તેનાં બાળકો સાથે  એક ખૂણામાં આરામ કરી રહી હતી કે બિલાડીની નજર તેનાં પર પડી . બિલાડી ખૂશ થઈ ગઈ. તે તેના શિકાર પર ઝપટી કે તુરંત ઉદરડી ઉછળીને  તેનાં બાળકો નએ બિલાડીની વચ્ચે આવી ગઈ અને ગળું ફાડીને ચીસ પાડીઃ ભૈ! ભૈ! બિલાડીનો બધોજ  જોશ ઠંડો પડી ગયો તે પૂંછડી દબાવીને  ભાગી ગઈ.
આ જોઈને ઉદરડીએ ગર્વભેર એનાં બાળાકોને કહ્યું” જોયું બાળકો, બીજી ભાષા શીખવાનાં કેટલાં ફાયદા થાયછે.”
