વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,
પવન લહેરાય છે બાગમાં.
ફૂલો મહેંકતા અભિવાદન કરે,
રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.
કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,
નાચે મોર કળાકરી ખુશ બાગમાં.
ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,
પક્ષીગણ ગીત ગાતા બાગમાં.
નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,
બાળ છબછબીયા કરતાં બાગમાં,
સુરજ નીચે નમી કરે ડોકિયું,
મને મળી ગયું બાળપણ બાગમાં.
બહુજ સુન્દર ક્લ્પના કરી છે.
Comment by hemapatel — August 10, 2010 @ 8:52 pm
ક્યારેક બાળપણ ક્યાં મળી આવે ખબર નથી!પણ બાગમાં જરૂર મળે !ફેરફદુડી ફરતા જૌ ને બાળપણ ગોળ ગોળ ફરે!તમારા કાવ્યએ બાળપણ યાદ કરાવ્યુ..
સપના
Comment by sapana — August 17, 2010 @ 10:00 am