વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
વિશ્વદીપભાઈ,
આપનો બ્લોગ માણ્યો.ખૂબ જ મઝા આવી.ખૂબ સુંદર છે.આવી જ રીતે નવી નવી રચનાઓ આપતા રહેશો.આપને અમારી હાર્દિક શુભેચ્છાઓ.
Comment by Rajeshwari Shukla — February 28, 2008 @ 5:38 pm
This is really a superb efforts to attache the next generation with our roots and culture. I would be morethan happy if i can be alloed to write some good articles regarding culutre, children and parents’ generation gaps and many more.
I would be waiting for the warm and early reply.
Thanks
TRuly yours
Rajesh Tank
Comment by Raejsh Tank — July 17, 2008 @ 6:21 pm
વિશ્વદીપભાઈ,
Very nice creation, i would like to add one or two poem in my web site if your give if you give me permission
Please send me mail with your one or two poem and about you.
Regards,
Vishal Jani
Comment by Vishal Jani — January 23, 2009 @ 8:16 am
વિશ્વદિપભાઇ,
ખુબ જ સરસ સાઇટ છે, બાળકો તો ઠીક,
મોટાને પણ મોજ આવી જાય તેમ છે.
ખુબ ખુબ શુભેચ્છાઓ.
અશ્વિન જાટીયા (આહીર યુવા ફોરમ- ગાંધીનગર)
Comment by અશ્વિન જાટીયા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર. — February 10, 2009 @ 7:37 am
શ્રી વિશ્વદીપભાઈ
આ બળગીત આપને જરુર ગમશે,આપના બ્લોગમાં ઝૂલાવશો?
આ બાળગીતને માણીને કહેજો કેવું લાગ્યું?
દરિયા દેવ
પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી
સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી
ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી
કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની
માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે
નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે
સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે
હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે
રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ
ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ
રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ
શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ
સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં
અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા
શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી
હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી
રમેશ પટેલ(આકાશદીપ)
Comment by Ramesh Patel — March 27, 2009 @ 11:46 pm