દાદાને..
હાથમાં રાખે લાકડી,
ચાલ એમની ફાકડી,
સદાય રહેતાં સાદા,
બાપના બાપ દાદા.
માસાને..
રાજા જેવા ખાસ્સા
નાંખી સીધા પાસા
વીસ દિવસના વાસા
માસી પાછળ માસા.
માસીને..
રોટલી આવી વાસી
ખાય એ ઉપવાસી
થઈ જાય એથી ખાંસી
માસાની એ માસી.
મામાને..
દોડી આવિ સામા
ઘરમાં નાંખે ધામા
સૌના છે મનમાના
માનાભાઈ છે મામા.
મામીને..
કામમાં નહી રે ખામી
પૂછે આવી સામી
વાત જાય પામી
મામાની વહૂ મામી.
કાકાને…
ખાઉધરો કરે ખા..ખા
ગવૈયા કરે ગા..ગાગા
કાગડો કરે કા..કા
બાપના ભાઈ છે કાકા..
કાકીને..
માટે સૌને ચાકી
ચાલતા જાય થાકી
રોજ ખાઈ ફાકી
કાકાની વહૂ કાકી..
સરસ નવુ લાવ્યા
Comment by Vijay Shah — February 8, 2008 @ 7:31 pm
અરે આ બ્લોગ તો આજે જ જોયો એક્દમ સરસ છે..!!!!!!!!!!!!!!!!૧ ખુબ ખુબ અભિનંદન …
Comment by chetu — February 20, 2008 @ 5:51 pm
છોકરઓ ને મઝા પડી જાય.
Comment by pravinash — February 26, 2008 @ 6:41 pm