
મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી,
મીઠી, મધુરી  મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી..મા,મા દિવાળી આવી
શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ  પગલા   પાડતી   આવી.મા,મા દિવાળી આવી
મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી     લક્ષ્મી-આવી.મા,મા દિવાળી આવી
મને  ભાવે મા,    ઘારી-ઘુઘરા,
એ આવીતો  સૌ મીઠાઈ સાથ લાવી.મા,મા દિવાળી આવી
દિવાળી   સાથ નૂતન-વરસ લાવી,
મા, તારા આશિર્વાદ લેવા હું આવી.મા,મા દિવાળી આવી
