મારે જાવું છે શિશુવિહાર, ત્યાં રમવાની બહાર
ડાહીનો ઘોડો એન ઘેન, ઘરે નથી પડતું ચેન જાવા દેને મોટીબેન.. મારે
નહીં બેસું અદબબીડી, દોટ દઈ ચડું સીડી, કરું લાઠી લજીમની જોડી… મારે
લેવા લપસણાની લ્હાણ, મનભર આવે ઘોડા તાણ્ રમીશ ચલક ચલાણ. મારે
એના નાના મોટા ઝૂલે, મારું હૈયું જોને ફૂલે, ભમરાનું મન ઝૂલે. મારે
નહીં નાના મોટા કોઈ, એની ઘણી રીતો જોઈ, રમવાની સારી સોઈ, મારે
-
શિશુવિહાર-ભાવનગર



Powered By
શીશુ વિહારનાં ભુલકાઓની ઘણી વાતો પ્રવિણાબેને લખી છે..
સૌ કર્યકરોને યાદ ખાસ તો જે દંપતી અહી આવ્યુ હતુ તેમને…
Comment by Vijay Shah — December 6, 2007 @ 5:39 am