મા, મને ગમે બાળ-ફૂલવાડી,
મન ગમતા રંગીન ફૂલોની વાડી. મા મને…
એ વાડીમાં નાની નાની ગાડી,
બેસીને લે’ર કરું મારી માડી.મા મને…
રંગ-બેરંગી ફૂલોમાં ઉડતા પતંગીયા,
દોટ મૂકી પકડતતો પતંગીયા. મા મને..
સૌ ભેળુ સાથ બેસી મજા અમે માણતા,
ભલી-ભોળી વાત અમે માણતા. મા મને..
રંગબેરંગી ફૂલો જેવી ખૂબ સુંદર સાઈટ બનાવી છે. ખૂબ મહેકે આ ફૂલવાડી.
Comment by નીલા — December 15, 2007 @ 7:27 am