
********************************************************
ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”

રાસ લેતી બાળા
રાસ લેતી બાળા”]
******************************************************************
મા! મારે લેવા છે ગરબા,
મા મારે રમવા છે રાસ.
ચણિયો ને ચૂંદડી રોજ,રોજ પે’રી,
સહેલીઓને સાથ મારે લેવા છે રાસ.
ઝાંઝર જમકાવતા,ચુડીઓ ખનકાવતા,
અંબા માની સાથ મારે લેવા છે રાસ.
માથે મટુકીમાં દિવડો પ્રગટાવતા,
ગરબીની આસ-પાસ મારે લેવા છે રાસ.
નવરાત્રીની આ રાત રૂડી રળિયામણી,
નવા,નવા વસ્ત્રો સજી,મારે લેવા છે રાસ.
-વિશ્વદીપ બારડ

કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય
ચાર પગ ને આંચળ ચાર
વાંછરડા પર હેત અપાર
પાછળ પુંછડા પર છે વાળ
તેથી કરે શરીર સંભાળ
કાન શિંગ,બે મોટી આંખ
પૂંછડાથી ઊડાડે માખ
નરમ રુવાંટી લિસ્સું અંગ
ગેલ કરે વાંછરડા સંગ
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.
-ધીરજ

એક હતી ચકી,
ને એક ચકા રાણા,
દિવસ ગુજારે થઈને ખુબ શાણા.
એક દિવસની વાત છે
ભઈ ચકીની ફરિયાદ છે.
ચકી કહે ચકાને તું જા…જા….જા…
ખાઉં નહી,પીઉં નહી, તારી સાથે બોલું નહી..
ઉંચે ઉંચે આભલામાં ઊડી ઊડી જાઉ..
ચકીબેન રીસાણા,
મનાવે ચકારાણા,
ફળ લાવું,ફૂલ લાવું, લાવું મોતી દાણા.
ચકાનું મન જાણી, મલકે
ચકી રાણી.. “
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
રમેશ પટેલ(આકાશદીપ) ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી
એક ઉંદર જંગલમાં ,હાફળો-ફાંફળો આમ તેમ દોડી રહ્યો હતો,આ જોઈ શિયાળે પુછ્યું’ઉંદરભાઈ, આમ-તેમ કેમ ભાગમ-ભાગ રહ્યાં છો?’
ઉંદર બોલ્યો’ભાઈ કોઈએ વાઘની માશીની મશ્કરી કરી છે અને તેમાં મારું નામ કોઈએ આપ્યું છે.’
વિજ્ઞાનના માસ્તરે ક્લાસમાં પૂછ્યું’ લોખંડને છૂટ્ટું મૂકી દેવામાં આવે તો શું થાય?
“લોખંડને કાટ લાગી જાય” ટપ દઈને ટપુડાએ જવાબ દીધો.
“સોનાને ખૂલ્લું મુકવામાં આવે તો?”
“સોનું સેકંડમાં ગાયબ થઈ જાય!”
કેમ ભુલુ,આપની આંગળી પક્ડી,
પહેલી પા પા પગલી ભરી હતી..
ધોડો, ઘોડો ખેલતા ખેલતા,
પહેલી સવારી આપની પર કરી હતી.
રમવા રમકડા નિત દીન,
ખુશીથી ખરીદી કરી હતી.
શું, શું નથી કર્યું,મને ખુશ કરવા,
જાત આપની નિચોવી હતી.
વંદુ આજ, આશિષ આપજો આજ,
જન્મદાતા આપની સાચી મહેરબાની હતી.
ડૉશીમા,ડૉશીમા !
ક્યાં ચાલ્યા ?
છાણાં વીણવા,
છાણાં માંથી શું જડ્યું?
રુપિયો ,
રુપિયાનું શું લીધું,
ગાંઠીયા..
ભાંગે તમારા ટાંટીયા..
****************
રામ કરે રીંગણા
ભીમ કરે ભાજી,
ઉઠો ઠાકોરજી ટંકોરી વાગી.. ટીન, ટીન..
**********************
રામ નામ રીંગણા,
ગોપાળ નામ ઘી,
કૃષ્ણ નામ કેરી,
ઘોળી ઘોળી પી..
*************

ચંદ્રનું તેજ મારી મા માં,
સૂર્યનો પ્રકાશ માર પિતામાં.
ફૂલોની ખુશ્બું ભરી છે મારી મા માં,
વૃક્ષની છાયા છે મારા પિતા માં.
નદીના નિર્મળ જળ જેવી મારી મા,
સાગરની વિશાળાતા છે મારા પિતામાં.
બસ સઘળું સમાયું મા-બાપમાં,
જીવન સમર્પણ કરું મા-બાપમાં.

હું જવાહરલાલ જેવો દેશભક્ત બનીશ
હું ગાંધીજી જેવો સંત બનીશ
હું સરદાર જેવો લોખ્ંડી પુરષ બનીશ
હું પ્રહલાદ જેવો પ્રભૂભક્ત બનીશ
હું શ્રવણ જેવો પૂત્ર બનીશ
હું અર્જૂન જેવો બળાવાન બનીશ.
હું ધ્રુવ જેવો સ્વમાની બનીશ
હું કૃષ્ણ જેવો પ્રેમાળ બનીશ
હું રામ બની, રાવણને મારીશ્
હું સાચો દેશ-ભક્ત ને કુટુંબપ્રેમી બનીશ.

મા, બસ એક હારલડું ગા,
મને મન ગમતું એવું ગીત ગા.
ઉંઘ મનેઆવે જો પાસ તું આવે,
આવે સુંદર નિંદર એવું ગીત ગા.મા, બસ..
રમવા રમકડા,દોડી દોડી થાક્યો,
ચાંદો આવે પાસ એવું ગીત ગા..મા, બસ..
પરીઓના દેશમાં ઉંડી,ઉંડી જાવ,
મીઠા લાગે સપના,એવું ગીત ગા..મા, બસ
-વિશ્વદીપ બારડ

નીચે નાનકડા વાક્યો આપ્યા છે. એનો અર્થ સમજવા માટે એક કીમિયો અજમાવવાનો છે. તમારું ભેજુ ચલાવો ને કીમિયો શોધી કાઢો… જો ન આવડે તો નીચે ઉકેલ આપેલે છે તે જોઈ લેજો.
૧, કરણમાં રેતી હોય છે..
૨, જીવનમાં ઝાડ હોય છે..
૩, મિનળમાં પાણી આવે છે..
૪, દિવાલ એક કઠોળ છે..
૫, નમન હોય તો માળવે જવાય..
૬, બાવળ દોરીનેજ ચઢાવાય
( ઉકેલઃ ઉપરના દરેક વાક્યમાંથી પહેલો અક્ષર કાઢી નાંખો..સાચી વાત સમજાય જશે.

એક ઉદરડી તેનાં બાળકો સાથે એક ખૂણામાં આરામ કરી રહી હતી કે બિલાડીની નજર તેનાં પર પડી . બિલાડી ખૂશ થઈ ગઈ. તે તેના શિકાર પર ઝપટી કે તુરંત ઉદરડી ઉછળીને તેનાં બાળકો નએ બિલાડીની વચ્ચે આવી ગઈ અને ગળું ફાડીને ચીસ પાડીઃ ભૈ! ભૈ! બિલાડીનો બધોજ જોશ ઠંડો પડી ગયો તે પૂંછડી દબાવીને ભાગી ગઈ.
આ જોઈને ઉદરડીએ ગર્વભેર એનાં બાળાકોને કહ્યું” જોયું બાળકો, બીજી ભાષા શીખવાનાં કેટલાં ફાયદા થાયછે.”
દાદાને..
હાથમાં રાખે લાકડી,
ચાલ એમની ફાકડી,
સદાય રહેતાં સાદા,
બાપના બાપ દાદા.
માસાને..
રાજા જેવા ખાસ્સા
નાંખી સીધા પાસા
વીસ દિવસના વાસા
માસી પાછળ માસા.
માસીને..
રોટલી આવી વાસી
ખાય એ ઉપવાસી
થઈ જાય એથી ખાંસી
માસાની એ માસી.
મામાને..
દોડી આવિ સામા
ઘરમાં નાંખે ધામા
સૌના છે મનમાના
માનાભાઈ છે મામા.
મામીને..
કામમાં નહી રે ખામી
પૂછે આવી સામી
વાત જાય પામી
મામાની વહૂ મામી.
કાકાને…
ખાઉધરો કરે ખા..ખા
ગવૈયા કરે ગા..ગાગા
કાગડો કરે કા..કા
બાપના ભાઈ છે કાકા..
કાકીને..
માટે સૌને ચાકી
ચાલતા જાય થાકી
રોજ ખાઈ ફાકી
કાકાની વહૂ કાકી..

**ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
**જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
**જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
**પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
**શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
**પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
**હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.

દરિયાઈ પ્રાણીઓમાં શાર્ક એ સૌથી ભયંકર માછલી છે શાર્ક માછલી કદમાં પણા મોટી છે. જો કે શાર્ક અનેક જાતની જોવા મળે છે, બાસ્કીંગ શાર્ક તેના વિકરાળ જડબાને કારણ જૂદી તરી આવે છે. ભૂરા રંગની બાસ્કીગ ૬થી ૮ મીટર લાંબી હોય છે. પેસીફીક અને એટલાન્ટીક સમુદ્રમાં તે જોવા મળે છે. પાણીની સપાટી ઉપર રેહવાનું એ વધારે પસંદ કરે છે. ધીમી ગતીએ તરે છે. ૧૦૦ દાંતનું વિકરાળ જડબું એ અની વિશેષતા છે. તે કલાકના લાખો લીટર પાણી પીએ છે અને ચૂઈ વાટે બહાર કાઢે છે. આ ચૂઈમાં ૫૦૦૦ જેટલી જીભ છે.તે હંમેશા બે કે ત્રણાના સમૂહમાં સાથે રહે છે તેમનાં બચ્ચાંનું કદ પણ બે મીટર લાબું હોયછે.

મા મને તારી પાસ રહેવું ગમે..
મા મને તારા ખોળામાં આળોટવું ગમે..
મા મને બસ તારી બાહુંમાં રહેવું ગમે..
મા મને રોજ રાતે વારતા સાંભળવી ગમે…
મા મને રોજ રોજ હાલરડું સાંભળવું ગમે..
મા મને રોજ રોજ સ્વપ્નામાં આવે એવું ગમે..
મા મને બીજું કશું નહી, તારો અવિચળ પ્રેમ ગમે..

*ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
*કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
* કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
*વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
*ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
*હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
*નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
*શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ ખાઈ જવું જોઈ એ. બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.” વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..” અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને હવેથી બોર પણ તને કદી નહીં આપું!!!